Method - રીત
એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં થોડો સોડા નાંખી વટાણા નાખવા. બફાય એટલે કાઢી લેવા. સોડા નાખવાથી વટાણાનો લીલો રંગ જળવાણી રહેશે. પાલકની ભાજી અને લીલા ધાણાને સમારી, ધોઈ, તેમાં વટાણા નાંખી, મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી.
કણકી કોરમાનો લોટ અને મગની દાળનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, દહીં અને થોડું તેલનું મોણ નાંખી, પાલકની પેસ્ટથી લોટ બાંધી, સાત-અાઠ કલાક રહેવા દેવો. પછી તેમાં લીલાં મરચાના બારીક કટકા અાદુંનું છીણ, ખાંડ અને લીંબુના ફૂલ નાંખવા. તેલને ગરમ કરી, તેમાં સોડા નાંખી હલાવી ઢોકળાના ખીરામાં નાંખવું. ઢોકળાના સંચામાં અથવા તપેલામાં પાણી ભરી, તેમા ઢોકળાની થાળી મૂકી, ઢોકળાં ઉતારવા. ઉપર કોપરાનું ખમણ, લીલા ધાણા ભભરાવી, મરચાની ભૂકી છાંટવી. તેલમાં રાઈ, હિંગ, લસણની કટકી અને અાખા મરચાનો વઘાર કરી, છેલ્લે તલ નાખી, વઘાર ઢોકળાં ઉપર રેડી દેવો.