Dudhi Halwa - દૂધીનો હલવો




Rating: 
Recipe - વાનગી
Dudhi Halwa - દૂધીનો હલવો

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ દૂધી-કુમળી
  • 2 ટેબલસ્પૂન ઘી
  • 300 ગ્રામ ખાંડ,
  • 300 ગ્રામ માવો (મોળો)
  • 1/2 લિટર દૂધ,
  • 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
  • 2 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી
  • થોડા દાણા એલચી,
  • લીલો મીઠો રંગ, વેનીલા એસેન્સ.
Method - રીત
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ-પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે ચકતાં પાડવાં.



Post a Comment



kotisha
December 25, 2009 01:34 AM
evergreen
Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Angoori Basudi - અંગૂરી બાસુદી
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં...
Basudi - બાસુદી (રબડી)
મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી...
Doodhpak - દૂધપાક
એક વાસણમાં ઘી લગાડી, દૂધ ઊકળવા મૂકવું. ઉભરો અાવે અને બરાબર ઉકળે એટલે ચોખાને...
Dryfruit Barfi - ડ્રાયફ્રુટ બરફી
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું....
Gulab Ni Khir - ગુલાબની ખીર
ભાતને પલાળીને સુકાય એટલે ગ્રાઈન્ડ કરો દૂધને ગરમ કરીને ગ્રાઈન્ડ કરીને...
Gundar - Halwasan - શાહી ગુંદર હલવાસન
ગુંદરને ઘીમાં સાંતળી ફુલાવવો. ઠંડો પડે એઠલે તેનો ભૂકો કરવો....
Jalebi - જલેબી
સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ...
Kali Ladu - કળીના લાડુ (બૂંદીના લાડુ)
ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું. એક તપેલીમાં...
Lakadashi Ladu - લાકડશી લાડુ (મોતીયા લાડુ)
ચણાના લોટમાં ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. તેના શેવડા (ગાંઠીયા)...
Malpooda - માલપૂડા
ઘઉંના લોટમાં દળેળી ખાંડ નાંખી, પાતળું ખીરું બાંધવું. પાંચ-છ કલા રાખી...
Mysore - મેસૂર
એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે...
Rava Siro - રવાનો શીરો
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા....
Shikhand - શિખંડ
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો...
Sweet Vermicelli - સ્વીટ વર્મીસેલી
એક વાસણમાં ઘી મૂકી વર્મીસેલી શેકવી. બદામી રંગ થાય એટલે અડધો કપ પાણી...
Urad Pak - અડદ પાક અથવા અડદિયું (શિયાળાનું ખાસ વસણું)
અડદના લોટને ઘી-દૂધનો દાબો દઈ, ચાળી રવાદાર ભૂકો બનાવવો. પછી ઘીને ગરમ કરી...
Vedami - વેડમી (પૂરણપોળી)
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી,...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo