Category
Recipes Video
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ




Rating: 
Recipe - વાનગી
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ

Ingredients - સામગ્રી
  • 2 કપ મસ્કો (નીતારેલું દહીં), (નાખવું હોય તો) પનીર, ચીઝ
  • 2 ટે સ્પૂન ફ્રેશ ક્રીમ
  • 1 નંગ સમારેલી ડુંગળી
  • 1 નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • લીલા મરચાં
  • મરીનો ભૂકો
  • 1 પેકેટ મોનેકો બિસ્કિટ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું. તૈયાર થયેલા મસ્કામાં ક્રીમ, ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવા. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી નાખવા. પનીર અને ચીઝ નાખવા હોય તો નખાય. પછી તેને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકવું. પીરસતી વખતે તૈયાર કરેલું મિશ્રણ વચ્ચે ડીશમાં મૂકવું અને તેની આસપાસ મોનેકો બિસ્કિટ ગોઠવવા.

કાકડી છીણીને મસ્કામાં નાખી મોનેકો પર મૂકી શકાય.

ડુંગળી, ટામેટા સમારીને ચાટ મસાલો, ચીઝ છીણીને અને કોથમીરની ચટણી મોનેકો પર મુકવા.

રેડ ગ્રેવીમાં બાફેલા રાજમાં નાખીને કે ટાકોઝનું પૂરણ મોનેકો પર મૂકી તેના પર ચીઝ છીણીને મૂકવું.

વાઈટ ગ્રેવીમાં બાફેલા મકાઈના દાણા નાખી મોનેકો પર મૂકી શકાય.

રાજમાં અને મકાઈના દાણાની ગ્રેવી મેળવી, મોનેકો પર મૂકી તેના પર ચીઝ ભભરાવવી.

પીઝાની ગ્રેવી મોનેકો પર મૂકી તેના પર ચીઝ છીણવું.

પીઝા કે બ્રેડ ઉપર, પીઝાની ગ્રેવી અને તેના પર વાઈટ ગ્રેવીનું મકાઈનું ટોપિંગ મૂકી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Cassata Pudding - કસાટા પુડિંગ
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને...
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા...
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી...
Mango Pudding - મેંગો પુડિંગ
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી...
Orange Pudding - ઓરેંજ પુડિંગ
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo