Category
Recipes Video
Mango Pudding - મેંગો પુડિંગ




Rating: 
Recipe - વાનગી
Mango Pudding - મેંગો પુડિંગ

Ingredients - સામગ્રી
  • 1 કપ કેરીનો રસ (હાફુસ, પાયરી)
  • દોઢ ટી સ્પૂન જિલેટીન
  • 200 ગ્રામ ક્રીમ
  • 5 થી 6 ટે સ્પૂન દળેલી ખાંડ
  • 1/2 ટી સ્પૂન ઓરેંજ એસેન્સ
  • 1 ટી સ્પૂન લીંબુનો રસ
Method - રીત
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી પીગળવું. (એટલે ગરમ પાણીના વાડકામાં બાઉલ મૂકવું.) ઠંડુ કરવું.

ક્રીમની આજુબાજુ બરફ મૂકી તેમાં દળેલી ખાંડ અને એસેન્સ નાખી, સંચા વડે બીટ કરવું.

તેમાં કેરીનો રસ અને લીંબુનો રસ નાખવો. બહાર કાઢી, ઠંડુ થઈ ગયેલું જિલેટીન નાખી, હલાવીને ફ્રિજમાં મૂકવું.

ઠરી જાય પછી તેમાં હાફુસના ટુકડા અને ટૂટીફ્રૂટીથી ડેકોરેશન કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Cassata Pudding - કસાટા પુડિંગ
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને...
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા...
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી...
Orange Pudding - ઓરેંજ પુડિંગ
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો....
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo