Category
Recipes Video
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ




Rating: 
Recipe - વાનગી
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ

Ingredients - સામગ્રી
  • 125 ગ્રામ સ્ટ્રોબેરી જેલી
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 200 થી 250 ફ્રૂટ કેક
  • 1 કેળું
  • 1 નાનું સફરજન
  • 150 ગ્રામ લીલી દ્રાક્ષ
  • 1 નારંગી (ચીકુ અને સિઝનનાં બધાં ફ્રૂટ નાખી શકાય)
  • 1 કપ ક્રીમ
Method - રીત
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી ઉકળે એટલે નીચે ઉતારી લેવું.

પછી જેલી પાઉડર નાખતા જવું. ઓગળી જાય એટલે બાકીનું 125 મિલિ પાણી નાખી, થાળીમાં (બાઉલમાં) લઇ લેવું અને ફ્રિજરમાં સેટ કરવા મૂકવું.

પછી ચીલરમાં મૂકવું. દોઢ થી બે કલાકમાં તૈયાર થઈ જશે.

જેમાં પુડિંગ સેટ કરવાનું હોય તેમાં કેકનો થોડોક ભૂકો પાથરી દેવો. તેની ઉપર ફ્રૂટના નાના ટુકડા કરીને નાખવા.

પછી જેલીના ટુકડા કરીને લેયર કરવા. પછી તેના પર ક્રીમનું લેયર કરવું. (દૂધમાં વધારે ખાંડ નાખી, ઓગાળી, મલાઈમાં નાખી, બીટ કરી, ક્રીમ કરવું.)

ક્રીમના લેયર પછી ફ્રુટનું લેયર, કેકનું લેયર અને ક્રીમનું લેયર કરી, ડેકોરેશન માટે છેક કોર્નર માં સફરજનના લાંબા ટુકડા ગોઠવી, વચ્ચે ચેરીના ટુકડા મૂકી તેની વચ્ચે દ્રાક્ષ ને ગોળાકાર ગોઠવી ઠંડુ જ પીરસવું.

આ પુડિંગ માં કોઈ વસ્તુ થોડી વધારે ઓછી હોય તો વાંધો નહીં.

નોંધ:- દરેક કંપનીની જેલીમાં પાણીનું માપ જુદું હોય છે. તેથી જે પૅકેટ લો તે પ્રમાણે પાણીનું માપ લેવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Cassata Pudding - કસાટા પુડિંગ
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને...
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા...
Mango Pudding - મેંગો પુડિંગ
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી...
Orange Pudding - ઓરેંજ પુડિંગ
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો....
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo