Category
Recipes Video
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ




Rating: 
Recipe - વાનગી
Chocolate Pudding - ચૉકલેટ પુડિંગ

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 5 ટે સ્પૂન ડ્રિંકિંગ ચૉકલેટ
  • અઢી ટે સ્પૂન કોકો પાઉડર
  • 2 ટે સ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 1 ટે સ્પૂન કોફી પાઉડર
  • 5 ટે સ્પૂન ખાંડ
  • 25 ગ્રામ કાજુ
  • અખરોટ નો ભૂકો
  • 3 ટે સ્પૂન જિલેટીન
  • 200 ગ્રામ મેરી બિસ્કિટ
Method - રીત
બધા પાઉડર ચાળી નાખવા. દૂધમાં ખાંડ નાખી ગરમ કરવું. થોડું ઉકળે પછી થોડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર નાખી મેળવવું.

એકસરખું ઉકળે એટલે વારાફરતી ડ્રિંકિંગ ચૉકલેટ, કોકો, કૉફી ચાળીને નાખવા. કાજુ અખરોટ નો ભૂકો નાખવો.

1/2 કપ પાણીમાં જિલેટીન ઓગાળી ખુબ ઉકાળવું. ઉકળતા મિશ્રણ માં જિલેટિનવાળું પાણી નાખવું.

પછી તેને નીચે ઉતારી 100 ગ્રામ મેરી બિસ્કિટનો ભૂકો નાખીને બરાબર હલાવવું.

કાચના બાઉલમાં મેરી બિસ્કિટ 2 ટુકડા કરીને ગોઠવવા. તેના ઉપર આ મિશ્રણ રેડવું.

હવે તેને ડીપ ફ્રિજમાં સેટ કરવા મૂકવું. થોડુંક સેટ થાય પછી તેની ઉપર કાજુ અને અખરોટનો ભૂકો ભભરાવીને ફ્રિજમાં મૂકવું.

પછી તેને બહાર કાઢી કાપા પાડીને પીરસવું.

નોંધ:- કાચનો બાઉલ વધારે વખત ડીપમાં ન મુકવો. થોડીક વારમાં નીચેના ખાનામાં મૂકી દેવો, નહીંતર તૂટી જશે.

ડબલ બોઈલ - મોટા બાઉલમાં પાણી ગરમ કરવું. તેમાં નાનો બાઉલ મૂકી તેમાં જિલેટીન ઉકાળવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Cassata Pudding - કસાટા પુડિંગ
દૂધમાં સવા ટે સ્પૂન ખાંડ નાખી ઉકાળવું. કસ્ટર્ડ પાઉડર માં પાણી રેડી તેને...
Fruit Pudding - ફ્રૂટ પુડિંગ
250 મિલિ પાણી લેવું, તેમાંથી 125 મિલિ પાણી લઇ ગરમ થાય એટલે 2 ટી સ્પૂન ખાંડ નાખી...
Mango Pudding - મેંગો પુડિંગ
જિલેટિનને 4 ટે સ્પૂન પાણીમાં ઓગાળવું. ઠરી જાય એટલે તેને વધારે ઉકાળી...
Orange Pudding - ઓરેંજ પુડિંગ
ઑરેંજની જેલી બનાવી, તેને થોડીક ઠંડી કરી, તેમાં વેનીલા આઇસક્રીમ નાખવો....
Topping, Monaco Dip - ટોપિંગ, મોનેકો ડીપ
તાજું મેળવેલું દહીં ઝીણા કપડામાં બાંધીને તેમાંનું પાણી નીતારી લેવું....



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo