Category
Recipes Video
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ




Rating: 
Recipe - વાનગી
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ

Method - રીત
ફ્રોસ્ટિંગમાં તથા આઈસીંગ માં મુખ્યત્વે માખણ, દૂધ અથવા પાણી અને આઈસીંગ સુગર હોય છે. આઈસીંગ સુગર થી જલ્દી સેટ થઈ જાય છે.

કેકને જે સફેદ અથવા રંગીન ક્રીમથી ઢાંકી દેવામાં આવે છે તેને ફ્રોસ્ટિંગ કહેવાય.

ફ્રોસ્ટિંગ છરીથી પાથરી શકાય તેટલું નરમ હોવું જોઈએ. ફ્રોસ્ટિંગ કર્યા પછી થોડીવાર રહેવા દેવું. તે સેટ થઈ જશે.

આ ફ્રોસ્ટિંગ ઉપર જે ડિઝાઇન પાડવા માં આવે છે તેને આઈસીંગ કહેવાય છે.

ફ્રોસ્ટિંગ સુકાઈ ગયું હોય તો આઈસીંગ ચોંટશે નહીં. ફ્રોસ્ટિંગ પર ગરમ પાણી નો હાથ લગાવવો.

આઈસીંગ વધે તો પ્લાસ્ટિકની થેલીમાં મૂકી, દોરીથી બાંધી, લાંબો સમય સુધી ફ્રિજ માં રાખી શકાય. જયારે વાપરવું હોય ત્યારે કલાક પહેલા બહાર કાઢી ગરમ પાણીનો હાથ કરી મસળીને વાપરવું.

સામગ્રી:- ગ્લેઝ ફ્રોસ્ટિંગ
120 ગ્રામ આઈસીંગ સુગર, 2 ટી સ્પૂન ગરમ પાણી, 1/2 ટી સ્પૂન લીંબુ નો રસ, ત્રણે ભેગા કરી ચમચા વડે ખુબ હલાવવું. પાતળું પડે તો સુગર ઉમેરવી. જાડું પડે તો પાણી ઉમેરવું.

2 ટે સ્પૂન પાણીમાં 1/4 કપ ખાંડ, 1 ટે સ્પૂન કોકો, 3 ટે સ્પૂન કોર્નફ્લોર ઓગાળી ગરમ કરવું. નીચે ઉતારી 2 થી 3 ટે સ્પૂન ઘી કે બટર નાખવું.






Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1
મોટા વાસણ માં બટર ફીણવું. લીસું થાય એટલે ખાંડ નાખીને ફરીથી ફીણવું. છાપામાં...
Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2
મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી...
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ
બધું ભેગું કરવું. ઘટ્ટ થાય તો બટર અને લૂઝ થાય તો આઈસીંગ સુગર નાખવું. કોન માં...
Chocolate Cake - ચૉકલેટ કેક
મલાઈ નું મિશ્રણ:- 2 ટે સ્પૂન દૂધની મલાઈને ગળણીમાં ગાળી લેવી, જેથી દૂધ નો ભાગ...
Icing - આઈસીંગ
આઈસીંગ સુગરમાં પાણી, ઘી, બટર કે ડાલડા ઘી અને દૂધ નાખી કણક જેવું બાંધવું....
Whipped Cream Frosting - વહીપ્ડ ક્રીમ ફ્રોસ્ટિંગ
જિલેટિનને કપમાં મૂકી પાણી રેડી 5 મિનિટ પલાળવું. ક્રીમને ફ્રિજમાં ઠંડુ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo