Category
Recipes Video
Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2




Rating: 
Recipe - વાનગી
Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2

Ingredients - સામગ્રી
  • અઢી કપ મેંદો
  • 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર
  • 1 ટી સ્પૂન સોડા બાય કાર્બ
  • 1/4 ટી સ્પૂન મીઠું
  • 350 ગ્રામ ઝીણી આખી ખાંડ (બૂરું નહીં)
  • 6 થી 8 ટે સ્પૂન કોકો
  • 2 ઈંડા
  • 2 પેકેટ બટર (200 ગ્રામ)
  • સવા કપ પાણી
  • 1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ
Method - રીત
મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી અને થાળીમાં ભેગી કરવી.

એક વાસણ માં ખાંડ, કોકો પાઉડર, ઈંડા, બટર, પાણી અને વેનીલા એસેન્સ ભેગું કરવું. જરૂર પડે તો સહેજ પાણી નાખવું. હેન્ડ મિક્સર ફેરવવું.

થાળીમાં ભેગી કરેલી વસ્તુ નાખી ફરી હેન્ડ મિક્સર ફેરવવું.

જે બાઉલમાં કે ડબ્બામાં કેક મુકવાની હોય તેમાં ઘી લગાડી, મેંદો ભભરાવી, ગ્રીઝ કરવું.

પછી તૈયાર કરેલું મિશ્રણ રેડવું અને ઓવનમાં 100 સે ધીમા તાપે થવા દેવું. 15 થી 20 મિનિટ માં થઇ જશે.

ઠંડુ પડે એટલે વચ્ચેથી બે ભાગ કરી બે પડ વચ્ચે ઉપરની બાજુએ અને ચારે બાજુએ બટર નાઇફથી ફ્રોસ્ટિંગ લગાવવું. પછી તેની ઉપર આઈસીંગ કરવું.

નોંધ:- અડધા માપની સામગ્રીથી 1 કેક થઈ શકે.

ફ્રોસ્ટિંગ:- ફ્રોસ્ટિંગ કરવા માટે 50 ગ્રામ બટરમાં 100 ગ્રામ આઈસીંગ સુગર મિક્સ કરી લગાવવું. ચૉકલેટ કલર કરવો હોય તો કોકો નાખવો. ગ્લેઝ કરવો હોય તો ખાંડ નું પાણી નાખવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1
મોટા વાસણ માં બટર ફીણવું. લીસું થાય એટલે ખાંડ નાખીને ફરીથી ફીણવું. છાપામાં...
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ
બધું ભેગું કરવું. ઘટ્ટ થાય તો બટર અને લૂઝ થાય તો આઈસીંગ સુગર નાખવું. કોન માં...
Chocolate Cake - ચૉકલેટ કેક
મલાઈ નું મિશ્રણ:- 2 ટે સ્પૂન દૂધની મલાઈને ગળણીમાં ગાળી લેવી, જેથી દૂધ નો ભાગ...
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ
ફ્રોસ્ટિંગમાં તથા આઈસીંગ માં મુખ્યત્વે માખણ, દૂધ અથવા પાણી અને આઈસીંગ...
Icing - આઈસીંગ
આઈસીંગ સુગરમાં પાણી, ઘી, બટર કે ડાલડા ઘી અને દૂધ નાખી કણક જેવું બાંધવું....
Whipped Cream Frosting - વહીપ્ડ ક્રીમ ફ્રોસ્ટિંગ
જિલેટિનને કપમાં મૂકી પાણી રેડી 5 મિનિટ પલાળવું. ક્રીમને ફ્રિજમાં ઠંડુ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo