Category
Recipes Video
Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1




Rating: 
Recipe - વાનગી
Black Forest Cake 1 - બ્લેક ફોરેસ્ટ કેક 1

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ બટર
  • (ઘર નું અથવા બહાર નું)
  • 250 થી 300 ગ્રામ બૂરું ખાંડ
  • 225 ગ્રામ મેંદો
  • 200 ગ્રામ મિલ્ક પાઉડર
  • 1 ટી સ્પૂન સાજીના ફૂલ
  • 1 ટી સ્પૂન કાપેલો બેકિંગ પાઉડર
  • 2 ટે સ્પૂન ડ્રિંકિંગ ચૉકલેટ
  • 6 થી 8 ટે સ્પૂન કોકો
  • 350 મિલિ થમ્સઅપ, કોક અથવા પેપ્સી
Method - રીત
મોટા વાસણ માં બટર ફીણવું. લીસું થાય એટલે ખાંડ નાખીને ફરીથી ફીણવું.

છાપામાં મેંદો, મિલ્ક પાઉડર, સાજી ના ફૂલ, બેકિંગ પાઉડર, ડ્રિંકિંગ ચૉકલેટ અને કોકો બે વાર ચાળી લેવા.

પછી તેને વાસણમાં ચમચીથી નાખી હલાવતા જવું. કઠણ થઇ જાય એટલે બધું નાખી હાથથી મસળવું.

લગભગ 350 મિલિ થમ્સઅપ નાખી ગઠ્ઠા ન રહે એટલું ફીણવું. એકધારું ખીરું થઇ જાય એટલે 10 થી 15 મિનિટ ફીણવું.

મોટી સાઈઝ ના હાંડવા ના કુકર ને ઘી અને મેંદો લગાડી ગ્રીઝ કરવું. નીચેના વાસણ માં રેતી તપાવવી. કુકર માં ખીરું નાખી 5 મિનિટ ગૅસ ફાસ્ટ રાખવો.

5 મિનિટ પછી ગેસ ધીમો કરવો. પછી 30 થી 40 મિનિટ પછી જોવું.

કેક કૂકર થી છૂટી પડી જાય એટલે થઈ ગઈ કહેવાય. કૂકર ગૅસ પરથી નીચે ઉતારી 20 મિનિટ સીઝવા દેવું.

પછી કૂકરને ઊંધું કરી, કેક ડીશમાં કાઢી લેવી. કેકને વચ્ચેથી આડી કાપી બે પડ છૂટા પાડવા.

પછી તેના પર બટર નાઇફથી ફ્રોસ્ટિંગ કરી બીજું પડ મૂકી ઉપરની સાઇડે ચારે બાજુ ફ્રોસ્ટિંગ કરવું. તેની ઉપર આઈસીંગ કરવું.

નોંધ:- કેક ઓવનમાં થઈ શકે. 100 સે ધીમા તાપે 25 થી 30 મિનિટ થવા દેવું.

કેક નો કલર વધારે ડાર્ક કરવો હોય તો કોકો વધારે નાખવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Black Forest Cake 2 - બ્લેક ફોરેસ્ટ કેક 2
મેંદો, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ અને મીઠું - આ ચારેય વસ્તુઓ બે વખત ચાળવી...
Chocolate Butter Icing - ચૉકલેટ બટર આઈસીંગ
બધું ભેગું કરવું. ઘટ્ટ થાય તો બટર અને લૂઝ થાય તો આઈસીંગ સુગર નાખવું. કોન માં...
Chocolate Cake - ચૉકલેટ કેક
મલાઈ નું મિશ્રણ:- 2 ટે સ્પૂન દૂધની મલાઈને ગળણીમાં ગાળી લેવી, જેથી દૂધ નો ભાગ...
Frosting, Icing - ફ્રોસ્ટિંગ, આઈસીંગ
ફ્રોસ્ટિંગમાં તથા આઈસીંગ માં મુખ્યત્વે માખણ, દૂધ અથવા પાણી અને આઈસીંગ...
Icing - આઈસીંગ
આઈસીંગ સુગરમાં પાણી, ઘી, બટર કે ડાલડા ઘી અને દૂધ નાખી કણક જેવું બાંધવું....
Whipped Cream Frosting - વહીપ્ડ ક્રીમ ફ્રોસ્ટિંગ
જિલેટિનને કપમાં મૂકી પાણી રેડી 5 મિનિટ પલાળવું. ક્રીમને ફ્રિજમાં ઠંડુ...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo