Category
Recipes Video
Bake Dish - બેક ડિશ




Rating: 
Recipe - વાનગી
Bake Dish - બેક ડિશ

Ingredients - સામગ્રી
  • 150 ગ્રામ મેંદો
  • 200 ગ્રામ માખણ
  • 700 મિલિ દૂધ
  • ચપટી મરીનો ભૂકો
  • મીઠું પ્રમાણસર
Method - રીત
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો.

દૂધની ધાર કરવી અને હલાવતા રહેવું. મીઠું અને મરી નો ભૂકો નાખવો. માખણ ને બદલે ઘી વાપરી શકાય.

બેક ડિશની ગ્રેવીનો આ એક પ્રકાર છે. તેમાં બાફેલી મકાઈ નાખો તો મકાઈની બેક ડિશ થાય.

મકાઈ, કોબીજ, પાલક, બટાકા, રતાળુ, ગાજર, ફણસી, ફ્લાવર, વટાણા, રાજમાં, મેક્રોની, સ્પેગેટી, નુડલ્સ, વગેરેને બાફીને બેક ડિશની ગ્રેવીમાં નાખવાથી જે વસ્તુ નાખો તેની બેક ડિશ થાય.

પનીર, નાના સમોસા, નાની કચોરી વગેરેને તળીને બેક ડિશની ગ્રેવીમાં નાખવાથી જે વસ્તુ નાખો તેની બેક ડિશ થાય.

બેક ડિશ સફેદ કરવાની હોય તો ઉપર મુજબ સફેદ ગ્રેવી રાખવી. લાલ ગ્રેવી કરવી હોય તો અંદર કેચપ નાખવો. સફેદ ગ્રેવી ઉપર થોડો કેચપ છંટાય. બેક ડીશ લીલી કરવી હોય તો પાલકની ભાજી પીસીને અંદર નાખવી.

સફેદ, લીલી, લાલ ઉપર પ્રમાણેની રીતે જ બનાવવી. પનીરની બેક બેક ડિશ બનાવવી હોય તો તે સફેદ, લીલી કે લાલ ત્રણ માંથી જે ગ્રેવી પસંદ હોય તેમાં બની શકે.

વેરિએશન:- કોર્ન બેક ડિશ બનાવવા માટે આ ગ્રેવીમાં બાફેલી મકાઈ મિક્સ કરવી.







Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo