Category
Recipes Video
Cheese Macaroni - ચીઝ મેક્રોની




Rating: 
Recipe - વાનગી
Cheese Macaroni - ચીઝ મેક્રોની

Ingredients - સામગ્રી
  • 1 કપ બાફેલી મેક્રોની
  • 2 ટે સ્પૂન ઘી
  • 2 ટે સ્પૂન મેંદો
  • 2 કપ દૂધ
  • 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
  • 1 ટી સ્પૂન ખાંડ
  • 1 કેપ્સીકમ (નાખવું હોય તો નખાય)
  • રવો પ્રમાણસર
  • 1 થી 2 ક્યુબ ચીઝ
  • ટોમેટો કેચપ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી.

એક વાસણ માં ઘી મૂકી, મેંદો સાંતળી, ધીરે ધીરે દૂધની ધાર કરી, વાઈટ સોસ બનાવવો. તેમાં છેલ્લે મીઠું, મરી, ખાંડ નાખવા.

કૂકર ઠંડુ પડે એટલે મેક્રોનીને તરત બહાર કાઢી ઠંડા પાણીથી ધોવી. મેક્રોનીને ગરમ વાઈટ સોસ માં નાખવી.

કેપ્સીકમના ટુકડા કરીને નાખવા. ઉકાળવા.

બેક કરવી હોય તો હાંડવા ના વાસણ ને ઘી-મેંદાથી ગ્રીઝ કરી, મેક્રોની નાખી, ઉપર રવો પાથરી, ચીઝ પાથરી, બેક થવા દેવું.

ઓવનમાં મુકાય. વાસણ માંથી કાઢી, ઉપર ચીઝ છીણીને, કેચપ સાથે પીરસવું.

વેરિએશન :- વેજિટેબલ મેક્રોની બનાવવી હોય તો ફણસી, ગાજર અને વટાણા બાફીને નાખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo