Category
Recipes Video
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ




Rating: 
Recipe - વાનગી
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ

Ingredients - સામગ્રી
  • 1/4 કપ વર્મીસેલી સેવ (ભૂકો કરવો)
  • 2 ટે સ્પૂન માખણ
  • 1/4 કપ ડુંગળી (છીણવી)
  • 1 ટે સ્પૂન કોથમીર (ઝીણી સમારવી)
  • 150 ગ્રામ ટામેટા (પાણીમાં ઉકાળી, ઠંડા કરી, છાલ કાઢીને મિક્સરમાં ક્રશ કરવા)
  • 3 કપ પાણી (ગરમ કરવું)
  • 1 ચીઝ ક્યુબ (છીણવું)
  • 1/2 ટી સ્પૂન મરીનો પાઉડર
  • ચપટી અજમો
  • 1/2 ટી સ્પૂન ટોબેસ્કો સોસ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા તાપે 5 મિનિટ શેકવી. શેકાઈ જાય એટલે એક ડિશ માં કાઢી લેવી.

ફરીથી વાસણમાં 1 ટે સ્પૂન માખણ ગરમ મૂકી તેમાં ડુંગળી નાખવી અને 4 મિનિટ સાંતળવી.

તેમાં કોથમીર, ટોમેટો પ્યુરી (તૈયાર કરેલી), ગરમ પાણી, 1/2 ચીઝ ક્યુબ (છીણેલું), મીઠું, મરીનો પાઉડર, અજમો અને વર્મીસેલી સેવ નાખવા.

10 થી 12 મિનિટ ઉકાળવું. હલાવ્યા કરવું. તેમાં 1/2 ટી સ્પૂન ટોબેસ્કો સોસ નાખવો.

ગરમ સૂપ બાઉલમાં ભરીને ચીઝ ભભરાવી પીરસવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo