Category
Recipes Video
Pizza Gravy - પીઝા ગ્રેવી




Rating: 
Recipe - વાનગી
Pizza Gravy - પીઝા ગ્રેવી

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ ટામેટા
  • 2 ટે સ્પૂન તેલ
  • 1 ચપટી અજમો
  • 1 બારીક કાપેલી ડુંગળી
  • 5 કળી વાટેલું લસણ
  • 1 ટી સ્પૂન ખાંડ
  • 1/2 ટી સ્પૂન મરચાં ની ભૂકી
  • 1 ટી સ્પૂન કોર્નફ્લોર અથવા 1 ટે સ્પૂન મેંદો
  • 2 ટે સ્પૂન ખમણેલું ચીઝ
  • મીઠું પ્રમાણસર
Method - રીત
રીત 1:-

ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી, તેમાં અજમો નાખીને ડુંગળી વઘારવી. થોડીક વાર પછી બાકીની ચીજો નાખવી. ટામેટા નાં રસામાં કોર્નફ્લોર ઓગાળી બાકીના મિશ્રણ માં નાખવો. રસો જલદી જાડો થશે.

રીત 2:-

1 ડુંગળી, 1/2 ટામેટું અને 2 લસણ ની કળી - આ ત્રણેય ને ઝીણા સમારવા. ઘી મૂકી ડુંગળી સંતળાય એટલે તેમાં લસણ અને ટામેટા નાખીને સાંતળવા. તેમાં જરૂરી સોસ અને મીઠું નાખવા.

રીત 3:-

ટામેટા, ડુંગળી, લસણ, મરચાં, આદુ યોગ્ય પ્રમાણમાં લસોટીને તેલમાં સાંતળવું. મીઠું, મરચું, ખાંડ, તજ-લવિંગ, મરી, ગરમ મસાલો તથા છીણેલું ચીઝ વગેરે યોગ્ય પ્રમાણ માં લઇ ઘટ્ટ થાય ત્યાં સુધી પકડવું.

રીત 4:-

ટામેટાના ફિલિંગ ની અંદર બાફેલાં શાકના નાના ટુકડા (ફ્લાવર, ગાજર, બટાકા, ફણસી, વટાણા વગેરે) નાખી શકાય. શાક નાખવા હોય તો રોટલા પર શાક પાથરી પછી ટામેટા નું ફિલિંગ પાથરવું.

પીરસવા ની રીત:-
પીઝાના રોટલાને તવા અથવા નોનસ્ટિક પૅન ઉપર મૂકી તેને નાના ગોળ વાસણથી ઢાંકવું અને નીચેનો ભાગ બદામી રંગનો થાય ત્યાં સુધી ધીમા તાપે પકવવું.

ત્યારબાદ રોટલાને ફેરવીને તેના પર તૈયાર કરેલી ગ્રેવી અથવા કેચપ પાથરવો.

તેના પર ડુંગળી ઝીણી સમારીને અને કેપ્સીકમની ચીરીઓ કરીને પાથરવી. ચીઝ છીણીને ભભરાવવું.

ધીમી આંચ પર મૂકવું. તૈયાર થયેલા પીઝા ઉપર ફરી થી છીણેલી ચીઝ ભભરાવવી.

નોંધ:- આ રીતે પીઝા ના રોટલા ઓવન વગર પણ થઈ શકે છે. આ રોટલા પહેલેથી કરીને રખાય. પીરસતી વખતે બંને બાજુથી ગરમ કરી, ગ્રેવી મૂકી, ઝીણી ડુંગળી, કેપ્સિકમ ની ચીરીઓ તથા ચીઝ છીણીને ભભરાવવું.




Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo