Category
Recipes Video
Pizza Base - પીઝા ના રોટલા
Rating: 
Recipe - વાનગી
Pizza Base - પીઝા ના રોટલા

Method - રીત
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે:
સામગ્રી 1:-
2 કપ મેંદો
3 થી 4 ટે સ્પૂન ઘી
1 ટી સ્પૂન સાજીના ફૂલ
1/2 ટી સ્પૂન લીંબુ ના ફૂલ
મીઠું પ્રમાણસર

રીત 1 :-
મેંદામાં ઘીનું મોણ નાખી, સાજી નાં ફૂલ અને લીંબુ નાં ફૂલ નાખી, હૂંફાળા પાણીથી લોટ બાંધી, 4 થી 6 કલાક તડકામાં કે ગરમી માં ઢાંકીને રહેવા દેવો.

નોનસ્ટિક વાસણ પર થેપીને રોટલો મુકવો. ઢાંકણ ઢાંકી બંને બાજુ થવા દેવું.

સામગ્રી 2:-
2 કપ મેંદો
3/4 કપ ઉકળતું ગરમ પાણી
1 ટી સ્પૂન ખાંડ
દોઢ થી 2 ટી સ્પૂન ફ્રેશ અથવા 1 ટી સ્પૂન ડ્રાય યીસ્ટ
3 ટે સ્પૂન તેલ કે ઘી
મીઠું પ્રમાણસર

રીત 2:-
1 વાડકા માં ઉકળતા ગરમ પાણી માં ખાંડ ઓગાળવી. ખાંડ ઓગળે એટલે ઉપર યીસ્ટ ભભરાવવી.

ઢાંકણ ઢાંકી 10 મિનિટ રાખવું. યીસ્ટ ઓગળી જાય ત્યારે તેલ પાણીમાં નાખવું.

પછી લોટ માં મીઠું નાખી યીસ્ટના મિશ્રણ થી રોટલી કરતાં જરાક નરમ કણક બાંધવી. કણક 5 થી 10 મિનિટ તેલ નો હાથ લગાડી કેળવવી.

એક વાસણ માં કણક મૂકી ઢાંકણ બરાબર ઢાંકી તડકામાં અથવા ગરમ જગ્યામાં મૂકવું. 4 થી 6 કલાક લોટ ગરમી માં રાખવો. કણક ફૂલીને બેગણી થઈ જાય એટલે કેળવવી.

મેંદાનું અટામણ લઇ લોટને થેપીને ડિશમાં મૂકવો. થેપેલા રોટલા પર તેલ લગાડી, થોડું ચીઝ ભભરાવી, ઢાંકણ ઢાંકી, બેક કરવા મૂકવું.

સામગ્રી 3:-
2 કપ મેંદો
2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
દહીં પ્રમાણસર
મીઠું પ્રમાણસર

રીત 3:-
આ બધી સામગ્રી ભેગી કરી, લોટ બાંધી, 7 થી 8 કલાક રાખી, થેપીને રોટલા કરવા. પછી રોટલા બેક કરવા મુકવા અથવા તવી ઉપર ઢાંકણ ઢાંકી બેક થવા દેવા.

સામગ્રી 4:-
200 ગ્રામ મેંદો
1 ટી સ્પૂન બેકિંગ પાઉડર
3 ટે સ્પૂન ઘી
3/4 કપ દૂધ
મીઠું પ્રમાણસર

રીત:-
મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર મેળવી ચાળી લો. પછી તેમાં ઘી અને દૂધ નાખી, મસળી, લોટ બાંધી, ગરમીમાં રાખવો.

પછી રોટલો થેપી, બેકિંગ ટ્રેમાં ઘી લગાડી, તેના પર રોટલો પાથરવો.

સામગ્રી 5:-
3/4 કપ દહીં
1 ટી સ્પૂન સાજીનાં ફૂલ
1 ટી સ્પૂન ખાંડ
2 કપ મેંદો
મીઠું પ્રમાણસર

રીત 5:-
મેંદામાં મીઠું, દહીં, સાજીનાં ફૂલ અને ખાંડ નાખવા. આ બધી સામગ્રી ભેગી કરી લોટ બાંધવો. થેપી રોટલા કરી, બેક કરવું.

નોંધ:
- જો તાજું યીસ્ટ ન હોય તો 1/2 ટી સ્પૂન સોડા, 1/2 કપ ખાટું દહીં, 1/2 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન મીઠું ભેગું કરીને 5 મિનિટ રાખવું.

- પછી તેના થી લોટ બાંધવો. જરૂર પડે તો પાણી નાખવું. રોટલીના લોટ જેવો લોટ બાંધવો. તેને 2 કલાક ઢાંકીને રાખવો.

- જો પોચા પીઝા ભાવતા હોય તો દહીં નો ઉપયોગ કરવો.

- જો કડક પીઝા ભાવતા હોય તો દહીંનો ઉપયોગ ઓછો કરવો કે ન કરવો. લીંબુ નાં ફૂલ નો ઉપયોગ કરવો.

- મેંદા માં મુઠ્ઠી પડતું ઘીનું મોણ, મીઠું અને ચપટી સાજીનાં ફૂલ નાખી લોટ બાંધી 3 કલાક પછી પીઝા કરવા.

વેરિએશન :
કવીક પીઝા:-
- રોટલા ની જગ્યા એ બ્રેડ લેવી. બ્રેડ ની ચારે બાજુથી કિનારી કાપી, માખણ લગાડી, બંને બાજુથી બ્રેડ ને ગુલાબી કરવી.
- પછી એક સાઈડ પર ગ્રેવી મુકવી. તેના પર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ ની ચીરીઓ તથા ચીઝ છીણીને પાથરવું.Post a CommentPlease, Register|Login To Post Your Comments. 
Related RecipesBake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Puff - પફ
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો. ઘીમાં મેંદો નાખી...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી... 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo