Category
Recipes Video
Puff - પફ




Rating: 
Recipe - વાનગી
Puff - પફ

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ મેંદો
  • 3 ટે સ્પૂન તેલ + તળવા માટે તેલ
  • 2 ટે સ્પૂન મલાઈ
  • 3 ટે સ્પૂન ઘી
  • 300 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ લીલા વટાણા
  • 1 ટી સ્પૂન વાટેલા આદુ-મરચાં
  • 1 ટી સ્પૂન લાલ મરચું
  • 4 ટે સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 2 ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 લીંબુ
  • 1 ટે સ્પૂન બૂરું ખાંડ
  • 2 ટી સ્પૂન લાલ લસણ ની ચટણી
  • મીઠું પ્રમાણસસર
Method - રીત
મેંદામાં મીઠું, તેલ અને મલાઈ નાખી પુરી જેવો લોટ બાંધવો.

ઘીમાં મેંદો નાખી સાટો બનાવવો.

બટાકા અને વટાણા બાફી, ભેગું કરી બધો મસાલો નાખવો.

લાલ લસણ ની ચટણી નાખવી. અથવા લસણ વધુ પ્રમાણ માં નાખવું.

મેંદાના લોટના ભાખરી જેવા 12 મોટા લુઆ કરવા.

તેના 3 મોટા રોટલા વણી વચ્ચેથી કાપો કરી 6 ભાગ કરવા.

હવે 1 ભાગ પર સાટો પાથરી તેના પર બીજો ભાગ મુકવો. ફરીથી સાટો પાથરી તેના પર ત્રીજો ભાગ મુકવો.

અડધા ભાગ માં મસાલો મૂકી, બીજો ભાગ તેના ઉપર મૂકી કિનારો દબાવવી. ત્રિકોણ આકાર થશે.

બીજા ત્રણ ભાગના અને બીજા લુઆ ના આ રીતે પફ તૈયાર કરવા.

તેલ માં ધીમા તાપે તળવા અથવા ઓવનમાં બેક કરવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Bake Dish - બેક ડિશ
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાખી શીરાની જેમ શેકવો. દૂધની ધાર...
Bake Vegetable - બેક વેજિટેબલ
બટાકા અને પાઈનેપલના ચોરસ ટુકડા કરવા. ગાજર, ફણસી ઝીણા સમારવા. વટાણા સાથે બધા...
Cheese Macaroni - ચીઝ મેક્રોની
મેક્રોનીને ખુબ પાણીમાં, થોડુંક મીઠું નાખી 4 વિહસલ વગાડી કૂકર માં બાફવી. એક...
Cheese Spaghetti or Macaroni with Pineapple - ચીઝ સ્પેગેટી અથવા મેક્રોની વીથ પાઈનેપલ
પાઈનેપલ ને સમારી, ખાંડ મેળવી કુકર માં 1 વહીસલ વગાડવી. વાઈટ સોસ માં મીઠું, મરી...
Italian Tomato Vermicelli Soup - ઇટાલિયન ટોમેટો વર્મીસેલી સૂપ
એક વાસણ માં એક ટે સ્પૂન માખણ ગરમ કરીને તેમાં વર્મીસેલી સેવ નાખવી અને ધીમા...
Mix Bake Dish - મિક્સ બેક ડિશ
મેક્રોની, સ્પેગેટી બાફીને તેમાં પાઈનેપલ, બાફેલા શાક નાખવા. વાઈટ સોસમાં આ...
Pizza Base - પીઝા ના રોટલા
પીઝા ના રોટલા નીચે મુજબ જુદી જુદી રીતે થાય છે: સામગ્રી 1:- 2 કપ મેંદો 3 થી 4 ટે...
Pizza Gravy - પીઝા ગ્રેવી
રીત 1:- ટામેટાને બાફી, ઠંડા કરી, ક્રશ કરી ગાળીને રસો તૈયાર કરવો. તેલ ગરમ મૂકી,...
Spaghetti - સ્પેગેટી
એક વાસણ માં પાણી મૂકી, ઉકળે એટલે સહેજ મીઠું અને સ્પેગેટી નાખવી. થોડીક વાર...
Stuffed Toast - સ્ટફડ ટોસ્ટ
પનીર, ડુંગળી અને કેપ્સીકમને ઝીણા સમારવા. એક વાસણમાં માખણ લઇ ડુંગળી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo