Category
Recipes Video
Sweet Amla - ગળ્યાં આમળાં




Rating: 
Recipe - વાનગી
Sweet Amla - ગળ્યાં આમળાં

Ingredients - સામગ્રી
  • 1 કિલો આંબળા
  • 900 ગ્રામ ખાંડ
  • ગ્લુકોઝ
Method - રીત
મોટા આમળાં ધોઈને તેને કૂકરમાં એક સિટી વાગે ત્યાં સુધી બાફવા. અથવા સિટી વગર બાફવા.

ઠળિયા કાઢી આંબળામાં ખાંડ મેળવવી (ખાંડ ની ચાસણી કરી, મેલ કાઢીને પણ થાય). દરરોજ 2 થી 3 વખત હલાવવા.

4 થી 5 દિવસ રાખવા. પછી કાણા વાળી ડીશમાં કાઢી સહેજ પાણીમાં ઝબોળી બહાર કાઢવા.

ફરી કાણાંવાળી ડીશ માં રાખવા. પાણી નીતરે એટલે પ્લાસ્ટિકમાં તડકે સૂકવવા.

સૂકવતી વખતે થોડોક ગ્લુકોઝ ભેળવવો. ચાસણી વધે તેમાં થોડીક ખાંડ નાખી 500 ગ્રામ આંબળા બાફીને મેળવવા. (ગ્લુકોઝ ને બદલે બૂરું ખાંડ મેળવી શકાય.)



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Adrakh Vati - અદરખવટી
આદુ સરસ રીતે ધોઈને છોલી નાખવું. પછી ખરખરીયા ની જેમ પીતાં કરી તેમાં લીંબુ નો...
Drakshadi Vati - દ્રાક્ષાદિવટી
કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી બીયાં હોય તો કાઢી નાખવા. મિક્સર માં કાળી...
Fry Almond - મસાલાવાળી બદામ
બદામને વચ્ચેથી ઉભી કાપી, ઘી ગરમ મૂકી તેમાં સાંતળવી. મીઠું, મરીનો ભૂકો નાખવો.
Fry Kaju - મસાલાવાળાં કાજુ
બદામી રંગ થાય ત્યાં સુધી કાજુ ઘીમાં તળવા. પછી ઘી સહેજ નવશેકું કરી તેમાં બધો...
Kharek - ખારેક
ખાટા પાણીમાં ખારેક પલાળવી. સરસ ફૂલી જાય પછી પાણીમાંથી બહાર કાઢી ખારેકની...
Lili Variyali No Mukhvas - લીલી વરિયાળીનો મુખવાસ
વરિયાળીને સાફ કરી, ચાળી બધા નું મિશ્રણ કરવું. કાજુના નાના નાના ટુકડા કરવા...
Mix Mukhwas - મિક્સ મુખવાસ
વરિયાળી, તલ અને મગજતરી ના બી ને 5 મિનિટ શેકવા. પહેલા કોપરું અને પછી ધાણા ની...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo