Category
Recipes Video
Enchiladas - એન્ચીલાડાઝ




Rating: 
Recipe - વાનગી
Enchiladas - એન્ચીલાડાઝ

Ingredients - સામગ્રી
  • રોટલી માટેની સામગ્રી:-
  • 1 કપ મકાઈનો લોટ
  • 1/2 કપ મેંદો
  • 2 ટી સ્પૂન તેલ
  • મીઠું પ્રમાણસર
  • પુરણ માટેની સામગ્રી:-
  • 4 ટે સ્પૂન તેલ
  • 1/2 ટી સ્પૂન અજમો
  • 2 બારીક સમારેલી ડુંગળી
  • 3 બારીક સમારેલા કેપ્સિકમ
  • દોઢ ટીન બેક બીન્સ અથવા 1 કપ વાઈટ બાફેલા રાજમાં
  • 1 ટી સ્પૂન મરચું
  • 1 કપ ખમણેલું ચીઝ
  • 1 કપ પનીર
  • મીઠું પ્રમાણસર
  • ગ્રેવી માટેની સામગ્રી:-
  • 2 ટે સ્પૂન તેલ
  • સહેજ અજમો
  • 5 કળી લસણ
  • 250 ગ્રામ ડુંગળી
  • 2 ટે સ્પૂન ક્રીમ
  • 2 ટે સ્પૂન કેચપ
  • 2 નંગ કેપ્સિકમ
  • 1 કિલો ટામેટાનો પલ્પ
  • 1 ટી સ્પૂન વાટેલું લાલ મરચું
  • 1/2 લીંબુ નો રસ
  • 1 ટે સ્પૂન મેંદો
  • 1 ટી સ્પૂન ચિલીસોસ
  • મીઠું પ્રમાણસર
  • પીરસવા માટે:
  • 1 ક્યુબ ચીઝ, કોબીજ
Method - રીત
રોટલી માટેની રીત:-
મકાઈનો લોટ, મેંદો, મીઠું, તેલ ભેગા કરી, લોટ બાંધી, કાચી પાકી રોટલી બનાવવી.

એક વાસણ માં 4 ટે સ્પૂન તેલ મૂકી, અજમો નાખી, ડુંગળી અને કેપ્સિકમ(ઝીણા સમારેલા) સાંતળવા.

બીન્સ કે રાજમાં વધારવા. મીઠું, મરચું નાખી લચકા પડતું કરી થોડુંક ઠંડુ પડે ત્યારે ચીઝ, પનીર મેળવવું.

ગ્રેવી માટેની રીત:-
એક વાસણ માં તેલ મૂકી તેમાં અજમાનો વઘાર કરી લસણ, ડુંગળી, 2 ટે સ્પૂન ક્રીમ, કેચપ, કેપ્સિકમ સાંતળી ટામેટાનો પલ્પ નાખવો.

બધો મસાલો કરી ગ્રેવી જાડી કરવી.

બેકિંગ ટ્રે ગ્રીસ કરી રોટલી પર પૂરણ ભરી 1 ક્યુબ ચીઝ (ખમણીને) ભભરાવી વીંટો વાળી ગોઠવી ઉપર ગ્રેવી અને ચીઝ મૂકી બેક કરવું. પીરસતી વખતે કોબીજ ભભરાવવી.

વેરિએશન : રાજમાને બદલે ફણસી, ગાજર, વટાણા, ફલાવર, ડુંગળી, બટાકા વગેરે ને માખણ મૂકી સાંતળી, સોયાસોસ, વાઈટ સોસ ,મીઠું, મરી નાખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



American Mint Burger - અમેરિકન મીન્ટ બર્ગર
બટાકા બાફી, બધો મસાલો નાખી, પેટીસ બનાવવી (6 નંગ). તેને આરા લોટમાં રગદોળી શેકી...
Basic Red Hot Sauce - બેઝિક રેડ હોટ સોસ
લાલ મરચાને 10 મિનિટ 1/2 કપ ગરમ પાણીમાં પલાળી પાણી સાથે વાટી લેવા. લીલા મરચાં ની...
Chili Bean Soup - ચીલી બીન સૂપ
ટામેટા સમારીને 3 કપ પાણીમાં બાફીને ક્રશ કરી ગાળવા. તેલ ગરમ કરી તેમાં લીલી...
Chili Rellenos - ચીલી રેલનોઝ
પનીર ને છીણીથી છીણી લેવું. છીણવું ના હોય તો હાથ વડે ભૂકો કરવો. ડુંગળી ઝીણી...
Corn Chips - કોર્ન ચિપ્સ
મકાઈ નો લોટ અને મેંદો ભેગા કરી તેલ, મીઠું, હળદર, અજમો (શેકીને, વાટીને) નાખી...
Falafel - ફલાફલ
રોટલી માટેની રીત:- મકાઈના લોટમાં મેંદો, મીઠું અને ઘી નાખી રોટલીનો લોટ...
kidney Beans Rolls - કિડની બીન્સ રોલ
રાજમાને 6 થી 8 કલાક પલાળવા. એક વાસણમાં 2 ટે સ્પૂન તેલ ગરમ કરીને ઝીણી સમારેલી...
Mexican Cutlet - મેક્સીકન કટલેટ
બટાકાને બાફી છોલી-છીણીને તેમાં કોર્નફ્લોર, મીઠું, લીંબુ નો રસ નાખી મિશ્રણ...
Mexican Hot Chocolate - મેક્સીકન હોટ ચોકલૅટ
કોકો, તજનો ભૂકો અને ખાંડ એક બાઉલ માં ભેગું કરવું. 1 કપ દૂધ ગરમ કરી તેમાં કોકો...
Mexican Rice - મેક્સીકન રાઈસ
રાજમાં 2 કલાક પાણીમાં પલાળી કૂકરમાં બાફવા. પછી પાણી કાઢી નાખી થાળીમાં છુટા...
Mexican Stuffed Capsicum - મેક્સીકન સ્ટફ્ડ કેપ્સિકમ
બટાકાને બાફી છોલીને છીણવાં, વટાણા બાફવા. કોર્ન અને રાજમાં બાફવા. ડુંગળી...
Nachos with Red Salsa - નાચોઝ વિથ રેડ સાલ્સા
હોટ રેડ સાલ્સા બનાવવા ની રીત:- ગાજર, કાકડી, ડુંગળી, અને કોળું - આ ચારેય ને...
Nachos with White Cheese Salsa - નાચોઝ વિથ વાઈટ ચીઝ સાલ્સા
1 કપ દૂધ માં 1 ટે સ્પૂન કોર્નફ્લોર નાખી ઓગાળીને ગરમ કરવું. હલાવતા રહેવું,...
Tacos - ટાકોઝ
ટાકોઝ માટેની રીત મકાઈ અને મેંદાના લોટ માં મીઠું નાખી ચાળી લેવું. તેમાં 2 ટી...
Tortilla Soup - ટોર્ટીલા સૂપ
પનીર અને ચીઝ ને છીણવું. એક વાસણમાં પાણી મૂકીને ટામેટા 10 મિનિટ ઉકાળવા....
Tostadas - ટોસ્ટાડોસ
રાજમાં 6 કલાક પલાળવા. કૂકરમાં બાફવા. બંને લોટ ભેગા કરી તેલ અને મીઠું નાખી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo