Kitchen Tips @ 2 - કિચન ટિપ્સ @ 2




Rating: 
Recipe - વાનગી
Kitchen Tips @ 2 - કિચન ટિપ્સ @ 2

Method - રીત
• સલાડ કે સૂપ ઉપર ચીઝની પટ્ટીથી સજાવટ કરવા પોટેટો પિલરથી ચીઝની પટ્ટીઓ બનાવો.

• કારેલાંનું શાક કડવું ન લાગે તે માટે કારેલાને સમારીને આખી રાત દહીંમાં પલાળી રાખો.

• કેળાંની ચિપ્સ બનાવતી વખતે કેળાં કાળા ન પડી જાય તે માટે કેળાની છાલ ઉતારી કેળાંને પાંચ મિનિટ છાશ અથવા હળદરવાળા પાણીમાં મૂકી રાખવા.

• ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રજિમાં મૂકી રાખો. તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે.

• સ્ટીલની સિંકને સાફ કરવા મકાઇના લોટનો ઉપયોગ કરો.

• ચોમાસામાં ઘરમાં ભેજ હોવાથી ચીકાશ લાગે તો પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતું કરો.

• ખટાશવાળા ખાદ્યપદાર્થો માટે ક્યારેય નોનસ્ટિક પેનનો ઉપયોગ ન કરવો. તેનાથી પેનનું કોટિંગ ઉખડી જશે.

• માખી થઈ હોય તો મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખીનો ઉપદ્રવ ઓછો થશે.

• વપરાયેલી ચાનો ભૂકો કરવાથી મચ્છરો ઓછા થશે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Kitchen Tips @ 1- કિચન ટિપ્સ @ 1
• બ્રેડની કિનારીને ભીની છરીથી કાપી શકાશે. • દાળ-ચોખામાં ઉભરો ન આવે તે માટે...
Kitchen Tips @ 3 - કિચન ટિપ્સ @ 3
- કેળાને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી...
Kitchen Tips @ 4 - કિચન ટિપ્સ @ 4
• ચહેરા પર વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટે સાબુના ફીણમાં મીઠું ભેળવીને ઘસો. પછી...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo