Method - રીત
કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને બાફેલા ગાજરના બે ઇંચ લાંબા ટુકડા સમારો. એ જ રીતે પનીરના પણ બે ઇંચ લંબાઇના ટુકડા કરો. બધાં શાકને અધકચરા બાફી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરાંને બ્રાઉન રંગનું સાંતળી પછી ડુંગળી નાખીને હલાવો. તેમાં કેપ્સિકમ, બટાકાં, ગાજર, ફણસી અને ફલાવરના ફૂલ નાખી ઉછાળો. મરચું, હળદર, આખા લાલ મરચાંના ટુકડા નાખો. ટોમેટો પ્યોરી, કેચઅપ અને મીઠું નાખી હલાવો અને આદુંની ચીરીઓ, કોથમીર ભેળવો. પનીર નાખીને હળવેથી ઉછાળીને મિકસ કરો અને થોડી વાર આંચ પર રાખી ગરમ ગરમ જ સર્વ કરો.