Method - રીત
ચોખાને બે-ત્રણ કલાક પલાળી રાખ્યા પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો. મકાઇના દાણાને એકદમ બાફી લો અને ઠંડા પડે એટલે ક્રશ કરી લો. હવે ચોખાની પેસ્ટમાં ક્રશ કરેલા મકાઇના દાણા, કોર્નફલોર, મીઠું અને બધો મસાલો ભેળવી ખૂબ ફીણો. કડાઇમાં તેલ ગરમ કરો અને મિશ્રણને ચકરી પાડવાના સંચામાં ભરી તેનાથી રિંગ્સ બનાવી તેલમાં ધીમી આંચે ક્રિસ્પી થવા દો. ગરમાગરમ ક્રિસ્પી રાઇસ રિંગ્સ સર્વ કરો.