Lemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું



Rating: 
Recipe - વાનગી
Lemon Pickle in Sugar Syrup - લીંબુનું ચાસણીવાળું અથાણું

Ingredients - સામગ્રી
  • 1 કિલો મોટાં પીળાં લીંબુ (પાતળી છાલના)
  • 1 1/2 કિલો ખાંડ
  • 100 ગ્રામ મીઠું
  • 2 ટેબલસ્પૂન મરચું
  • 2 ટેબલસ્પૂન તલનું તેલ
  • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
  • 1 ટીસ્પૂન હળદર
  • રાઈ, હિંગ, આખા મરચાં
Method - રીત
લીંબુને ધોઈ, કોરં કરી, એક લીંબુની ચાર ચીરીઓ કરવી, બી કાઢી નાંખવા. તેમાં મીઠું અને હળદર નાંખી, સારુ હલાવી બરણીમાં ભરી લેવું. બરણીને ઝીણો કટકો બાંધી, તડકામાં બરણી મૂકવી. રોજ હલાવવું. અથાય એટલે ચીરીઓ થાળીમાં કાઢી એકાદ કલાક પંખા નીચે રાખી સૂકવવી.

એક વાસણમાં ખાંડ લઈતેમાં લીંબુ અથાયેલું પાણી અને બીજું થોડું પાણી નાંખી ચાસણી થાય એટલે તેમાં લીંબુની ચીરીઓ, મરચું, અને તજ-લવિંગનો ભૂકો નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. તેલમાં રાઈ-હિંગ અને મરચાંનો વઘાર કરી, તેલ ઠંડું પડે એટલે અથાણામાં નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.

અા અથાણું એક વર્ષ સુધી સારુ રહી શકે છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo