Method - રીત
લીંબુને ધોઈ, કોરાં કરી, કટકા કરવા. તેમાં મીઠું અને હળદર નાંખી, હલાવી એક બરણીમાં ભરવાં. બરણીનું મોઢું ઝીણા કપડાથી બાંધી, બરણી તડકામાં મૂકવી. રોજ અથાણું હલાવવું. લીંબુ બરાબર અથાય એટલે એક થાળીમાં કાઢી, તેમાં રાઈનો પાઉડર, મેથીનો ભૂકો, મરચું અને મરીનો ભૂકો નાંખવો. સરસવના તેલને ગરમ કરી, તેમાં હિંગ નાંખી, ઉતારી લેવું. બરાબર ઠંડું પડે એટલે લીંબુમાં નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું.