Method - રીત
મરચાંને ધોઈ, કોરાં કરી, તેમાં ઉભો કપ કરવો. મેથીનો ભૂકો, રાઈની દાળ, વરિયાળીનો ભૂકો અને મીઠું બધું ભેગું કરી, તેલમાં રાઈ-હિંગ નાંખી મસાલો વઘારવો. ઠંડો પડે એટલે મરચાંમાં ભરવો. તેલમાં મરચાં રગદોળી, બરણીમાં ભરી લેવાં. તેમાં વિનેગર નાંખી, મરચાં દાબી રાખવાં.
નોંધ – અા મરચાં બાર માસ સારાં રહી શકે છે. અવારનવાર ચમચાથી મરચાંને દબાવી વિનેગરમાં ડૂબડૂબાણ રાખવાં.