Method - રીત
અંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા કટકા કરવા. લાલ દ્રાક્ષને સાફ કરવી. બધું એક બાઉલમાં ભરવું. તેમાં અાદુને છોલી જાડી લાંબી ચિપ્સ અને લીલાં મરચાંના મોટા કટકા નાખવા – તેમાં મીઠું, મરચું, હળદર, શેકેલી મેથીનો કરકરો ભૂકો, રાઈનો ભૂકો, તજ-લવિંગ-મરીનો ભૂકો નાખી બધું મિક્સ કરવું.
એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, ગોળને કાપીને નાખવો. તેમાં વિનેગાર નાખવો. ગોળ બરાબર ઓગળે એટલે તેમાં ડ્રાય ફ્રુટ્સ નાખવા. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.