Method - રીત
ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ અને લીલો ભાગ કાઢી લાંબી ચીરીઓ કરવી. લીંબુનો રસ અને મીઠું નાંખી, સાત-આઠ કલાક આથી રાખવી. પછીથી તેને તડકામાં સાધારણ સૂકવવી. ઉપરનું પડ સુકાય એટલા જ સૂકવવા, વધારે નહિ, પછી દળેલી રાઈને થોડા પાણીમાં ખૂબ ફીણવી. સરસ ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ અને તલનું તેલ નાંખી, પીણી તેમાં ચીરીઓ રગદોળવી. બરણીમાં ભરી લેવી.
નોંધ – અા કારિયાં વધારે દિવસ રહી શકે નહિ પણ ગાજરનું પોષણમૂલ્ય વધારે હોવાથી શિયાળામાં બીજાં અથાણાનો વપરાશ ઓછો કરી, આવું અથાણું તાજું બનાવી ઉપયોગ કરવો.