Khariya - ખારિયાં



Rating: 
Recipe - વાનગી
Khariya - ખારિયાં

Ingredients - સામગ્રી
  • 10 કિલો ચીભડાં
  • 1,1/2 કિલો મીઠું
  • 1 કિલો ખાંડેલી રાઈ
  • મીઠું, હળદર, ગોળ
Method - રીત
ચીભડાંને ધોઈ, કોરાં કરી, બે ભાગ કરવા. દોઢ કિલો મીઠું લઈ ચીભડાંના અડધિયાં ઉપર લગાડવું. પછી એક તપેલામાં ચીભડાં ભરી, વધેલું મીઠું ઉપર નાખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે તડકામાં કપડું પાથરી ઊંધાં સૂકવવાં. સખત તડકો હશે તો બે-ત્રણ દિવસ પછી સફેદ થશે. સફેદ થાય એટલે ચીભડાંને છતી બાજુએ સૂકવવાં. બે-ત્રણ દિવસ પછી સૂકાય એટલે તેના કટકા કરવા. ખાંડેલી રાઈને થોડાં પાણીમાં ખૂબ ફીણવી. સારી ચઢે એટલે તેમાં મીઠું, હળદર, ગોળનો ભૂકો અને દેલ નાંખી ફીણી તેમાં કટકા રગદોળી બરણીમાં ભરી લેવા.

આ ખારિયાં લાંબા સમય સુધીં સારા રહી શકે છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo