Dry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2



Rating: 
Recipe - વાનગી
Dry Date Pickle-2 - ખારેકનું અથાણું રીત-2

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ ખારેક
  • 100 ગ્રામ આદું
  • 50 ગ્રામ રાઈનો પાઉડર
  • 2 ટેબલસ્પૂન અામચૂર
  • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1 ટીસ્પૂન તજનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન લવિંગનોપાઉડર
  • 1/2 ટીસ્પૂન વરિયાળીનો ભૂકો
  • મીઠું, લીંબુનો રસ
  • 50 ગ્રામ ખાંડ
  • 1/2 ટીસ્પૂન સંચળનો પાઉડર
Method - રીત
ખારેકને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે પાણીમાંથી કાઢી, કોરી કરી, વચ્ચેથી કપી બી કાઢી નાંખવા.

આદુંને છોલી, ધોઈ, છીણી લેવું. પછી તેમાં 25 ગ્રામ રાઈનો પાઉડર, અામચૂર પાઉડર, મરીનો-તજનો-લવિંગનો વરિયાળીનો ભૂકો નાંખી, હલાવી, ખારેકમાં ભરવું અને દોરીથી બાંધી દેવી. એક બરણમાં ખારેક ભરી, તે ડૂબે તેટલો લીંબુનો રસ નાંખવો. તેમાં મીઠું, ખાંડ, બાકી રહેલો રાઈનો પાઉડર અને સંચળ નાંખી, બરણીનું મોઢું કપડાથી બાંધી, બરણી તડકામાં મૂકવી. અથાણું રોજ ચમચાથી હલાવવું. ખાંડની ચાસણી થાય અને રસો જાડો થાય એટલે અથાણું તૈયાર થયું સમજવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo