Method - રીત
કેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી મૂકવી. પછી તેને બદાવી પાણી કાઢી નાંખવું.
એક થાળીમાં કેરીમાંથી કાઢેલું ખાડું પાણી લઈ, તેમાં રાઈને ખૂબ ફીણવી. ચઢે એટલે તેમાં તેલ અને ગોળને કાપીને નાંખવો. ફરી ફીણી, ગોળ બરાબર ઓગળે અને એકરસ થાય એટલે તેમાં કેરીની કટકી અને લસણને ફોલી તેની કટકી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.