Method - રીત
કેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી રહેવા દેવું. પછી નિચોવી, પાણી કાઢી, તેમાં મેથીનો સંભાર ભેળવી દેવો. ગુંદાને ધોઈ, કોરા કરવા. પછી ભાંગી, બિયાં કાઢી, તેમાં કેરીનું છીણન મેળવેલો મેથીનો સંભાર દાબીને ભરવો. થોડા તેલમાં રગદોળી ગુંદા બરણીમાં ભરી લેવા. ઉપર વધેલો સંભાર પાથરી દેવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.