Gunda Pickl-1 - ગુંદાનું અથાણું રીત-1



Rating: 
Recipe - વાનગી
Gunda Pickl-1 - ગુંદાનું અથાણું રીત-1

Ingredients - સામગ્રી
  • 1 કિલો ગુંદા મોટા
  • 2 કિલો મેથીનો સંભાર
  • (કેરીના અથાણા પ્રમાણે બનાવવો)
  • 2,1/2 કિલો કેરી
  • 200 ગ્રામ મીઠું
  • 1,1/4 કિલો તલનું તેલ
Method - રીત
ગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ બિયાં કાઢી શકાય છે. તેમાં દાબીને મેથીનો સંભાર ભરવો.

કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં રગદોળી, એક દિવસ અગાઉ અાથી રાખવા. બીજે દિવસે કપડા ઉપર પાથરી બરાબર કોરા કરવા. એક કથરોટમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખી, મસાલો નાંખવો. બરણીમાં એક થર કેરીનો અને એક થર ગૂંદાનો એમ ભરવું. ઉપર કેરીનો થર રાખવો. તેના ઉપર મેથીનો સંભાર પાથરવો અને થોડું તેલ નાંખવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo