Kathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું



Rating: 
Recipe - વાનગી
Kathiyavadi Pickle - કાઠિયાવાડી અથાણું

Ingredients - સામગ્રી
  • 2,122 કિલો કેરી
  • 100 ગ્રામ મીઠું (કેરી અથવા માટે)
  • 100 ગ્રામ રાઈની દાળ
  • 100 ગ્રામ ધાણાના કૂરિયા
  • 100 ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
  • 200 ગ્રામ મરચું
  • 300 ગ્રામ મીઠું
  • 1 ટેબલસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન હિંગ
  • 1 કિલો ગોળ
  • 1, 1/2 કિલો તેલ-તલનું
  • 50 ગ્રામ છડેલી વરિયાળી
  • 50 ગ્રામ મરી
  • આખાં મરચાં, રાઈ વઘાર માટે
Method - રીત
આખી કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં બે દિવસ આથી રાખવી. રોજ કટકા ઉછાળવા. ત્રીજે દિવસે કપડા ઉપર પાથરી, કોરા કરવા. રાઈની દાળ, ધાણાના કૂરિયા, શેકેલી મેથીનો ભૂકો, મરચું, મીઠું, બધું ભેગું કરી, તેમાં હળદર અને અડધી ચમચી હિંગ નાંખવી. તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વઘાર કરી, તેલ સાધારણ ઠંડું પડે એટલે મસાલો વઘારવો. મસાલો તદ્દન ઠંડો પડે એટલે તેમાં ગોળ કાતરીને ભેળવી દેવો.

એક મોટી થાળીમાં કેરીના કટકા ભરી, તેમાં તેલ નાંખી રગદોળવા. પછી તેમાં ગોળવાળો મસાલો વરિયાળી અને મરી નાંખી, હલાવી અથાણું બરણીમાં ભરવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Amla Jam - આંબળાનો જામ
- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો. -...
Amla With Dryfruit Murabbo - આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો. - એક પેનમાં...
Kesar Amla Jam - કેસર આંબળા જામ
- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય. - એક...
Tangy Tomato Aspic - ટેન્ગી ટોમેટો એસ્પિક
- જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo