Method - રીત
પરવળને ધોઈ આખા અથવા બે કટકા કરી, અધકચરા (કડક) બાફવા. પછી તેનાં બી કાઢી, મીઠું ભેળવી અલગ રાખી મૂકવાં.
બટાકાને બાફી, છોલી, છૂંદો કરવો. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ ને મીઠા લીમડાના પાન નાંખી, ડુંગળીને સમારીને નાખવી. બદામી રંગ થાય એટલે તેમાં બટાકાનો છૂંદો મરચાંના બારીક કટકા, વાટેલું અાદું, મીઠું અને મરચું નાંખી, હલાવી, ઉતારી, લીંબુનો રસ નાંખવો. પરવળમાં બટાકાનું મિશ્રણ ભરવું. ચણાના લોટમાં મીઠું અને થોડીક હળદર નાંખી, પાતળું ખીરું બાંધવું. તેમાં પરવળ બોળી, તેલમાં તળી લેવા.