ગ્રીન ગ્રેવીમાં વડીનું શાક



Rating: 
Recipe - વાનગી
ગ્રીન ગ્રેવીમાં વડીનું શાક

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ લીલી વટાણા
  • 250 ગ્રામ મગની અથવા અડદની દાળની વડી
  • 200 ગ્રામ બટાકા (બાફેલા)
  • 1 કપ દહીં
  • 1 ટીસ્પૂન ધાણા,
  • 1 ટીસ્પૂન જીરું, 5 લવિંગ,
  • 4 કટકા તજ, 3 મોટી એલચી,
  • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી
  • મીઠું, હળદર, ખાંડ, તેલ, હિંગ, જીરું
Method - રીત
એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાખી વટાણા વઘારવા. મીઠું અને પાણી નાખી બાફવા. બફાઈ જાય એટલે ઉતારી તેમાં ધાણા-જીરું-લવિંગો, તજ અને મોટી એલચીને થોડા તેલમાં શેકી નાંખી, ઠંડા પડે એઠલે મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. મગની અથવા અડદની દાળની વડીને થોડા તેલમાં શેકી લેવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં જીરું નાખી વટાણાની પેસ્ટ વઘારવી. થોડું મીઠું, જરાક હળદર, મરચું, ખાંડ અને મરીનો ભૂકો નાંખવો. બટાકાના મોટા કટકા અને તળેલી વટી નાંખી, થોડું પાણી નાખવું. ગ્રેવી જાડી થાય એટલે દહીં નાખવું. બરાબર ખદખદે એટલે ઉતારી લીલા ધાણા નાખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo