Masoor - Potato - મસૂર – બટાકાનું શાક



Rating: 
Recipe - વાનગી
Masoor - Potato - મસૂર – બટાકાનું શાક

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ મસૂર,
  • 150 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ ઝીણી સેવ
  • 2 લીલાં મરચાં,
  • 2 ડુંગળી
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 1 કપ દહીં
  • મીઠું, હળદર, ખાંડ, જીરું, તેલ – પ્રમાણસર
  • સૂકો મસાલો –
  • 7 એળચી, 7 લવિંગ, 2 કટકા તજ, 7 મરી, 1 ચમચી વરિયાળી, અને 2 સૂકાં મરચાંને થોડા તેલમાં શેકી, ખંડી, ચાળી, મસાલો બનાવવો.
Method - રીત
મસૂરને પાંચ કલાક પાણીમાં પલાળી રાખવા. બટાકાને બાફી, છોલી, નાના કટક કરવા. ડુંગળીનું બારીક કચુંબર કરવું.

એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાંના બારીક કટકા નાંખવા. પછી બટાકા ના કટકા અને મસૂરને પાણીમાંથી કાઢી અંદર નાખવા. તેમાં મીઠું અને હળદર નાંખી થોડી વાર સાંતળી પછી પાણી નાખી ઢાંકણ ઢાંકી રાખવું. બરાબર મસૂર બફાય ેટલે વલોવેલું દહીં, થોડી ખાંડ અને તૈયાર કરેલો મસાલો નાંખવો. બે ચમચી તેલમાં જીરુંનો વઘાર કરી, ઉપર રેડી દેવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી લેવું.

એક બાઉલમાં શાક કાઢી ઉપર ઝીણી સેવ અને થોડા લીલા ધાણા નાખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo