Karela Vegetable - કારેલાનું શાક



Rating: 
Recipe - વાનગી
Karela Vegetable - કારેલાનું શાક

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ કારેલાં,
  • 250 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ સિંગદાણા
  • 50 ગ્રામ ચણાની દાળ
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 250 ગ્રામ ડુંગળી
  • 1 ટેબલસ્પૂન તલ,
  • 1 ટેબલસ્પૂન ખાંડ
  • મીઠું, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ
Method - રીત
કારેલાંને છીણી મીઠું, નાંખી, પાણી કાઢી નાંખવું. બટાકાને છોલી લેવા.સિંગદાણાને શેકી, છોડાં કાઢી, ભૂકો કરવો. ચણાની દાળને પાણીમાં પલાળી રાખવી. પોચી થાય એટલે વાટી લેવી. બધું ભેગું કરવું.

એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગનો વઘાર કરી, શાક વઘારવું. તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું નાંખી, ખૂબ ધીમા તાપ ઉપર મૂકવું. બધું બફાઈ જાય અને છૂટું થાય એટલે મરચું ભભરાવી ઉતારી લેવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo