Peas-Bhajia Vegetable - લીલા વટાણા અને ભજિયાનું શાક



Rating: 
Recipe - વાનગી
Peas-Bhajia Vegetable - લીલા વટાણા અને ભજિયાનું શાક

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ લીલા વટાણા
  • 400 ગ્રામ બટાકા
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 5 લીલાં મરચાં,કટકો આદું
  • 250 ગ્રામ ટામેટાં
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 1 ટેબલસ્પૂન તલ,
  • 1 ટેબલસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, તેલ, તજ
  • લવિંગ, ગોળ, ચપટી સોડા
Method - રીત
એક તપેલીમાં તેલ મૂકી, તજ, લવિંગનો વઘાર કરી વટાણા વઘારવા. તેમાં પાણી, મીઠું અને ચપટી સોડા નાંખવો. બટાકાને બાફી, છોલી કટકા કરવા. 2 બટાકાનો ભૂકો કરવો. વટાણા બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ગોળ, વાટેલાં આદું-મરચાં, બટાકાના કટકા, બટાકાનો ભૂકો અને ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી, રસ નાંખવો. ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું, તલ અને તેલનું મોણ નાંખી, ખીરું બનાવી, તેના નાનાં ભજિયાં તેલમાં તળીને નાંખવા. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા. અા શાકમાં મેથીની ભાજી પણ નાંખી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo