Fried And Seasoned Vegetable - તળ્યા વઘારનું શાક



Rating: 
Recipe - વાનગી
Fried And Seasoned Vegetable - તળ્યા વઘારનું શાક

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ લીલવા,
  • 200 ગ્રામ પાપડી
  • 100 ગ્રામ ફાફડા વાલોળ
  • 100 ગ્રામ લીલી વાલોળ
  • 200 ગ્રામ રીંગણાં,
  • 250 ગ્રામ બટાકા
  • 250 ગ્રામ શક્કરિયાં
  • 100 ગ્રામ મેથીની ભાજી
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલસ્પૂન તલ
  • 7 લીલાં મરચાં, કટકો આદું
  • 200 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ લીલા ધાણા
  • મીઠું, મરચું, હળદર, ગોળ, આબલી,
  • તેલ, રાઈ, હિંગ, આખાં મરચાં
Method - રીત
એક મોટી તપેલીમાં પાણીનું અધરણ મૂકી, પાણી ઉકળે એટલે તુવેરના લીલવા, પાપડીના લીલવા, ફાફડા વાલોળના કટકા, લીલી વાલોળના કટકા અને લીલા વટાણા નાંખવા. પછીથી બટાકા અને શક્કરિયાંને છોલી, તેના કટકા કરી, તેલમાં તળીને નાંખવા. મેથીની ભાજીને ઝીણી સમારી, ધોઈ, નિતારીને નાંખવી. બધું બરાબર બફાઈ જાય એટલે મીઠું, મરચું, ગરમ મસાલો, તલ, વાટેલાં અાદું-મરચાં અને 1 ચમચો ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી, નાંખવો. તેલમાં રાઈ, હિંગ અને અાખાં મરચાંના કટકા નાંખી વઘાર કરવો અને ગોળ-આબલીનું જાડું પાણી નાંખવું. બધું બરાબર ઉકળે અને જાડું રસાદાર થાય એટલે ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, નાના ભજિયાં તેલમાં તળી અંદર નાંખવા. પછી ઉતારી લીલા ધાણા ભભરાવવા. (અા મેળવણીનું શાક ખાસ સંક્રાન્તિને દિવસે કરવાનો કેટલીક જ્ઞાતિમાં રિવાજ હોય છે.)



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo