Fafda Valol-Methi Muthiya - ફાફડા વાલોળ અને મેથીનાં મૂઠિયા



Rating: 
Recipe - વાનગી
Fafda Valol-Methi Muthiya - ફાફડા વાલોળ અને મેથીનાં મૂઠિયા

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ ફાફડા વાલોળ (કુમળી)
  • 5 લીલા મરચાં, કટકો આદું
  • 5 લસણની કળી
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 1 ટેબલસ્પૂન તલ
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, મરચું, ખાંડ,તેલ ચપટી સોડા
  • મૂઠિયાં – 250 ગ્રામ મેથીની ભાજી, 100 ગ્રામ લીલા ધાણા, 250 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ રવો, 1 ચમચો તલ, 2 ચમચા દહીં, મીઠું, હળદર, મરચું, ખાંડ અને તેલનું મોણ નાંખી, લોટ બાંધી, તેનાં મૂઠિયાં બનાવવાં. પછી વરાળથી બાફી, ઠંડા કરવાં. મૂઠિયાં ખૂબ નાનાં બનાવવાં.
Method - રીત
ફાફડા વાલોળના રેસા કાઢી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, મરચાંના કટકા અને લસણની કટકી નાંખી, વઘાર કરી, વાલોળ વઘારવી. તેમાં પ્રમાણસર પાણી, મીઠું અને સોડા નાંકવા. શાક બફાય એટલે તેમાં હળદર, મરચું, થોડીક ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને મૂઠીયાં નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. પાણી બધું બળે અને તેલ દેખાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo