Method - રીત
મોટા બટાકાને છોલી, જાડી ચીરીઓ કરવી. તેને તેલમાં તળી ચાળણીમાં કાઢી લેવી.
એક વાસણમાં માખણ મૂકી, તેમાં લસણની કટકી નાંખવી. પછી ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. જરા સાંતળી તેમાં ટામેટાંનાં બારીક કટકા, મીઠું, મરચું, ગરમ મસાલો, વાટેલાં અાદું-મરચાં નાંખી, હલાવી બરાબર મિક્સ થાય એટલે ઘટ્ટ ગ્રેવી ઉતારી લેવી.
એક બેકિંગ ડિશમાં થોડું માખણ લગાડી તેમાં બટાકાની ચીરીઓમાં થોડું મીઠું નાખી હલાવી મૂકવી. ઉપર ઘટ્ટ ગ્રેવી પાથરવી. તેના ઉપર લીલા ધાણા ભભરાવવા પછી ગરમ ઓવનમાં 200 ફે. ઉષ્ણતામાને 15 મિનિટ રાખવું પછી કાઢી પૂરી, પરોઠા સાથે સર્વ કરવું