Method - રીત
વાલોળના રેસા કાઢી, કટકા કરવા. પાકટના દાણા કાઢવા એક તપેલીમાં તેલ, પાણી અને થોડો સોડા નાંખી, દૂધિયું બનાવી, ગેસ ઉપર મૂકવું. ઉકળે એટલે વાલોળ નાંખવી. બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, થોડો ગોળ, તલ, વાટેલાં અાદું-મરચાં અને ટામેટાંના કટકા નાંખવા.
ચણાનો લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, પાતળું ખીરુ બનાવી ઝારાથી તેલમાં કળી પાડી, તળીને શાકમાં નાંખવી. થોડા તેલમાં હિંગ, અજમો અને આખાં મરચાંના કટકાનો વઘાર કરવો. શાક જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.
નોંધ – કળીને તેલમાં તળીને નાંખવાને બદલે એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે તેમાં ઝારાથી કળી પાડી, બફાય એટલે કાઢી, શાકમાં નાંખી શકાય.