Stuffed Capsicum - સ્ટફ્ડ કેપ્સીકમ



Rating: 
Recipe - વાનગી
Stuffed Capsicum - સ્ટફ્ડ કેપ્સીકમ

Ingredients - સામગ્રી
  • 150 ગ્રામ ચણાની દાળ
  • 2 લીલાં મરચાં, કટકો આદું
  • ન ખાંડ, 1 ટેબલસ્પૂન તલ
  • 7 કળી લસણ,
  • 2 ડુંગળી
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન ખસખસ, 1/2 ટીસ્પૂન આમચૂર
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 500 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
  • મીઠું, હળદર, તેલ, હિંગ
Method - રીત
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, ચણાની દાળ ધીમે તાપે સાંતળવી. બફાય એટલે મીઠું, હળદર, લીલાં મરચાંના કટકા, ખાંડ, તલ અને વાટેલું આદું નાંખી, ઉતારી લેવું. પછી વાટેલું લસણ, કોપરાનું ખમણ, ખસખસ ડુંગળીનું ખૂબ બારીક કચુંબર, અામચૂર અને લીલા ધાણા નાંખી, મસાલો તૈયાર કરવો.

લીલાં મરચાંને ચીરી, તેમાંથી બી કાઢી, તૈયાર કરેલો મસાલો ભરવો. એક તપેલીમાં તેલ મૂક, હિંગ નાંખી, મરચાં વઘારવાં. ઢાંકણ ઢાંકી, તાપ ધીમો રાખવો. મરચાં બફાય અને પડ કડક થાય એટલે વધેલો મસાલો ઉપર ભભરાવવો. થોડી વાર હલાવી ઉતારી લેવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo