Method - રીત
તુવેરના લીલવાને વરાળથી બાફી લેવાં. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ અન મરચાંના કટકાનો વઘાર કરી, મોગરીને ઝીણી સમારી, ધોઈ, નિતારી, વઘારવી. તેમાં બાફેલા લીલવા, મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું નાંખવું. મોગરી બફાય એટલે મેથીની ભાજી નાંખવી. પાણી બળે અને તેલ દેખાય એટલે ખાંડ અને ગરમ મસાલો નાંખી, ઉતારી, લીલા ધાણા નાંખવા.