Bulbous Root Added Lilva - સૂરણ નાંખેલા લીલવા



Rating: 
Recipe - વાનગી
Bulbous Root Added Lilva - સૂરણ નાંખેલા લીલવા

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ તુવેરના લીલવા
  • 100 ગ્રામ સૂરણનું છીણ
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1/2 ટીસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન તલ
  • 5 લીલાં મરચાં, કટકો આદું
  • 7 કળી લસણ
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, મરચું, તેલ, હિંગ, થોડું ઘી, ચપટી સોડા
Method - રીત
એક તપેલીમાં પાણી, મીઠું સોડા અને થોડું તેલ નાંખી, દૂધિયું બનાવી ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તુવેરના લીલવા નાંખવા. લીલવા સાધારણ બફાય એટલે સૂરણના છીણને ધમાં સાંતળી નાંખવાં. સૂરણ બફાય અને લીલવા સાથે એકરસ થાય એટલે હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, તલ, વાટેલાં આદું-મરચાં નાંખી, હલાવી, ઉતારી લેવું. વાટેલું લસણ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo