Green Masala Lilva - લીલા મસાલાના લીલવા



Rating: 
Recipe - વાનગી
Green Masala Lilva - લીલા મસાલાના લીલવા

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ તુવેરના લીલવા
  • 7 લીલાં મરચાં,
  • 2 કટકા આદું
  • 1/2 ટીસ્પૂન ખાંડ
  • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • થોડુંક લીલું લસણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ, ચપટી સોડા
Method - રીત
એક તપેલીમાં તેલ, પાણી અને ચપટી સોડા નાંખી, દૂધિયું બનાવી, ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તેમાં મીઠું અને તુવેરના લીલવા નાંખવા. બરાબર બપાઈ જાય એટલે હળદર, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખવી. આ પ્રકારના લીલવામાં તેલ વધારે જોઈએ તેથી તેલમાં રાઈ, હિંગનો વઘાર કરવો. પાણી બધું બળી જાય અને તેલ દેખાય એટલે નીચે ઉતારી નાળિયેરનું ખમણ, બારીક સમારેલું લીલું લસણ અને લીલા ધાણા નાંખવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo