Method - રીત
ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. બટાકાને છોલી, તેના અાડા બે કટકા કરવા. તેને ચપ્પુથી કોરી, બધો ગલ કાઢી લેવો. વટાણાને વાટવા. બટાકાનો જે માવો નીકળ્યો હોય તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી ડુંગળી સમારીને નાંખવી. બદામી રંગ થાય એટલે તેમાં વટાણા-બટાકાનો માવો સાંતળવો. પછી મીઠું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખી, હલાવી, ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા. બટાકાના પોલાણમાં મસાલો ભરી, બે પડ ભેગાં કરી, સળીથી બન્ને ભાગ બરાબર જોડી દેવા. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બટાકા મૂકવા. ધીમા તાપે મૂકી બદામી થાય એટલે ઉતારી લેવા.
એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાંનો સૂપ, મીઠું, હળદર અને ખાંડ નાંખી, ઉકળે એટલે બટાકા મૂકવા. ઘટ્ટ થાય એટલે વધેલો મસાલો નાંખી ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.