Method - રીત
ગૂંદાને ધોઈ, કોરા કરવા. પછી તેને ભાંગી, મીઠાનો હાથ લઈ ઠળિયા કાઢી નાંખવા. સળીથી પણ ઠળિયા કાળી શકાય. ચણાના લોટમાં તેલનું મોણ નાંખી સાધારણ શેકવો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું અને તલ નાંખી, હલાવી ગૂંદામાં લોટ ભરવો. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને મરચાંના કટકાનો વઘાર કરી ગૂંદા વઘારવાં. તાપ ખૂબ ધીમો રાખવો. બફાઈ જાય એટલે ઉતારી કોપરાનું ખમણ નાંખવું.