Karela Ravaiya - કારેલાંના રવૈયાં (વાટીદાળ ભરેલાં)



Rating: 
Recipe - વાનગી
Karela Ravaiya - કારેલાંના રવૈયાં (વાટીદાળ ભરેલાં)

Ingredients - સામગ્રી
  • 200 ગ્રામ મગની દાળ
  • 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ધાણાજીરું,
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 3 લીલાં મરચાં, કટકો આદું
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • 500 ગ્રામ નાનાં કારેલાં,
  • 1 લીંબુ
  • મીઠું, હળધર, મરચું, તેલ, રાઈ, હિંગ
Method - રીત
મગની દાળને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખવી. પછી નિતારી કરકરી વાટવી. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી સાંતળવી. છૂટી થાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ, લીલાં મરચાંના બારીક કટકા, ખાંડેલું અાદું, તલ અને કોપરાનું ખમણ નાંખી ઉતારી લેવું. લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

નાનાં કારેલાંને છોલી, ધોઈ, રવૈયાં જેમ કાપવાં. તેને મીઠું દઈ અડધો કલાક રહેવા દેવાં. મોટાં કારેલાં હોય તો તેના બે કટકા કરવા. કારેલાનું પાણી નિચોવી તેમાં તૈયાર કરેલો મગની દાળનો મસાલો ભરવો. એક પહોળા વાસણમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી રવૈયાં વઘારવાં. બફાય અને કડક થાય એટલે વધેલો મસાલો ભભરાવી દેવો. થોડી વાર તાપ ઉપર રાખી ઉતારી લેવાં.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo