Flour Stuffed Ravaiya - લોટ ભરેલાં રવૈયાં



Rating: 
Recipe - વાનગી
Flour Stuffed Ravaiya - લોટ ભરેલાં રવૈયાં

Ingredients - સામગ્રી
  • 500 ગ્રામ નાની ડુંગળી
  • અથવા કોઈપણ શાક
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 1 ટીસ્પૂન લાલ મરચું
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટેબલસ્પૂન તલ,
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ
  • આખાં લાલ મરચાં
Method - રીત
ડુંગળી અથવા કોઈપણ શાકને રવૈયાં જેમ કાપવું. ચણાના લોટમાં મીઠું મરચું, હળદર, ગરમ મસાલો, તલ અને તેનું મોણ નાંખી, લોટ તૈયાર કરી રવૈયામાં ભરવો. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને મરચાંના કટકાનો વઘાર કરી તેમાં રવૈયાં મૂકવાં. ઢાંકણ ઢાંકી, તાપ ખૂબ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો લોટ ઉપર ભભરાવવો. લોટ શેકાય એટલે ઉતારી લેવું.

અાવી રીતે બટાકા, ભીંડા, ટામેટાં, ટીંડોરાં, કાકડી, પરવળ, કારેલાં, રીંગણાં, કેળાં વગેરે શાકનાં લીલા મસાલાનાં સૂકા મસાલાનાં અને લોટવાળાં રવૈયા થી શકે. ટામેટાં, કેળા જેવા કુમળા શાકનાં રવૈયામાં ચણાનો લોટ અને તેલનું મોણ દઈ શેકી, મસાલો નાંખી, પછી રવૈયામાં લોટ ભરવો. પરવળ, ટીંડોરા, બટાકાના રવૈયામાં ઉપર લોટ ભભરાવ્યા પછી એક ચમચો પાણી છાંટી બાફવા દેવાં.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo