Paneer Makhani - પનીર મખ્ખની



Rating: 
Recipe - વાનગી
Paneer Makhani - પનીર મખ્ખની

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ પનીર નાના કટકા
  • 500 ગ્રામ ટામેટાં – બાફી પ્યુરી
  • 1/2 કપ દૂધ
  • 1 કપ ક્રીમ
  • 2 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
  • 2 ટેબલસ્પૂન કાજુની પેસ્ટ
  • 3 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ
  • મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, જીરુ
Method - રીત
એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાંખી, તતડે એટલે અાદું-લસણની પેસ્ટ નાંખવી. સાધારણ શેકી તેમાં ટોમેટો પ્યુરી, ટોમેટો કેચપ, મીઠું, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખવો. શેકાય એટલે કાજુની પેસ્ટ અને થોડું પાણી નાંખી ધીમા તાપ ઉપર રાખવું. પછી પનીરના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. ઠંડા પડેલા પનીર-મસાલામાં ઘટ્ટ થાય તેટલું દૂધ નાંખવું. દૂધ નાંખ્યા પછી સાધારણ ગરમ કરવું. વધારે ગરમ કરવું નહિ. કારણ ફાટી જવાનો સંભવ રહે છે. પછી ક્રીમ નાંખી ખૂબ ધીમા તાપ ઉપર ગરમ કરી, ઉતારી લેવું. 1/2 ટીસ્પૂન ક્રીમ નાંખી, પીરસવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo