Cashewnut Soup - કેશ્યુનટ સૂપ



Rating: 
Recipe - વાનગી
Cashewnut Soup - કેશ્યુનટ સૂપ

Ingredients - સામગ્રી
  • 1 ટેબલસ્પૂન માખણ
  • 1 ડુંગળી
  • 1 શલગમ (બારીક કાપીને)
  • 1 બટાકો,
  • 1 ગાજર (છીણ)
  • 1 કપ દૂધ
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 25 ગ્રામ કાજુ
  • 1/2 ટીસ્પૂન ખાંડ
  • 1/2 કપ ક્રીમ
  • 1/4 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/8 ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • મીઠું - પ્રમાણસર
Method - રીત
એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે ડુંગળી કાપીને નાંખવી. બદામી થાય એટલે શલગમ, બટાકાના કટકા, ગાજરનું છીણ અને પાણી નાંખી, બફાવા મૂકવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે મિક્સરમાં એકરસ કરી ગાળી લેવું. પછી તેને ઉકળવા મૂકવું. દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખી, થોડી વાર ઉકાળી ઉતારી લેવું. તેમાં કાજુનો કરકરો ભૂકો, મીઠું અને ખાંડ નાંખી, હલાવી લેવું. સૂપ ગરમ કરી, ક્રીમ અને એલચી- જાયફળનો પાઉડર નાંખી આપવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo